ગાંધીનગરમાં G-20 ની પર્યાવરણ કાર્યજૂથની બેઠકમાં કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશનું સંબોધન
Live TV
-
કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ ગાંધીનગરમાં ગઈકાલથી શરૂ થયેલી G-20 અંતર્ગત પર્યાવરણ અને આબોહવા કાર્યજૂથની બીજી બેઠકમાં આજે ઉદઘાટન સંબોધન કરશે. ગઈકાલે સભ્ય દેશો દ્વારા જળ સંસાધન વ્યવસ્થાપન વિશે શ્રેષ્ઠ પ્રથાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ ત્રણ દિવસીય બેઠક યોજાઈ છે. 11 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સભ્ય દેશોના લગભગ 130 પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે જળશક્તિ મંત્રાલયના ખાસ સચિવ દેવશ્રી મુખર્જીએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશના વિકાસ માટે જળસ્ત્રોતોનું સર્વગ્રાહી રીતે વ્યવસ્થાપન મહત્વનો ભાગ ભજવે છે. તેમણે કહ્યું કે, જળસ્ત્રોતોના વિકાસ અને વ્યવસ્થાપન ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા ભારત કટિબદ્ધ છે.