રાજ્યમાં આવતીકાલથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
Live TV
-
રાજ્ય પર ફરી એક વખત માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના પગલે આગામી 5 દિવસ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઇ છે. આગામી 29, 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં માવઠાંના 2 રાઉન્ડમાં સરેરાશ 0.2 મીમીના અનુમાન સામે સરેરાશ 11.4 મીમી કમોમસી વરસાદ પડી ચૂક્યો છે. એટલે કે 27 દિવસમાં 57 ગણો કમોસમી વરસાદ થઇ ચૂક્યો છે. હવે આગામી 29 માર્ચથી પશ્ચિમ દિશાના ભેજવાળા પવનના કારણે માવઠાંના ત્રીજા રાઉન્ડની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગત વર્ષની સરખામણીએ 70,523 હેક્ટર વધુ વાવેતર
આગાહી મુજબ, 29થી 31 માર્ચ સુધીમાં સંભવિત જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં 2.4 મીમી સુધીના હળવાં ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 40 કિલોમીટરની નીચે રહેવાની સાથે ભારે ગાજવીજ થવાની સંભાવના છે. માર્ચમાં થયેલાં માવઠાંના કારણે રાજ્યની 10.44 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતરના અંદાજ સામે 9 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. ગત વર્ષની સરખામણીએ 70,523 હેક્ટર વધુ વાવેતર થયું છે.