Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં GNLUથી ગિફ્ટસિટી વચ્ચે, મેટ્રોનું ટ્રાયલ રન કરવામાં આવ્યું

Live TV

X
  • અમદાવાદ- ગાંધીનગર ફેસ-2 ના પ્રોજેકટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયાથી તબક્કા વાર રીતે શરૂ કરવામાં આવ્યા છે, જેની શરુઆત જી.એન.એલ.યુ. અને સેક્ટર 1 વચ્ચે થઈ હતી. આજે GNLU. અને ગિફ્ટસીટી વચ્ચે મેટ્રોના ટ્રાયલ રન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટસીટી લીંક સુધીનો છે. જે 28 કિમી અને 22 સ્ટેશનનો છે, જે પૈકી પ્રાયોરિટી અનુભાગના 21 કિમીમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર- 1 તથા જી.એન.એલ.યુ.થી ગિફ્ટસીટી સુધી તબક્કાવાર ટ્રાઇલનું આયોજન છે. જે પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફટીને ચકાસણી માટે વિનંતી કરવામાં આવશે અને તે મંજૂરી આવ્યેથી, મે-જૂનમાં મેટ્રો રેલ સેવાઓ શરૂ કરવાનું આયોજન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply