ગાંધીનગર: કમલમ ખાતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જિલ્લાના કાર્યકરોની બેઠક મળી
Live TV
-
ગાંધીનગર કમલમ ખાતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જિલ્લાના કાર્યકરોની બેઠક મળી હતી. ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને ધારાસભ્ય દ્વારા રાજ્યના ઝોન પ્રમાણે અલગ અલગ વ્યૂહરચના અને પ્રચાર પ્રસાર માટેની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ યોજનાઓ કેવી રીતે પ્રજા સુધી પહોંચાડી શકાય અને પ્રજાને કેવી રીતે વધુ ફાયદો થાય તેની પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ, વિભાવરી બેન, સહિતના નેતાઓ તથા પક્ષના ધારાસભ્યો સહિત મહિલા પેજ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
