Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ખેલૈયાઓ એક એકથી ચઢિયાતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમવા આવ્યા

Live TV

X
  • 'મા ને અરજ આપણા નગરની' ના ભાવ સાથે ઉજવાઈ રહેલી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે બીજા નોરતે ખેલૈયાઓ એક એકથી ચઢિયાતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમવા આવ્યા હતા.

    ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મા આદ્યશક્તિની આરતી ઉતારીને બીજા નોરતાની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય  હિરેન પટેલ પણ માતાજીની આરતી ઉતારવા પધાર્યા હતા. 

    ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક દીપ્તિ દેસાઈ, પંકિત ડાભી અને સૉનિક સુથારે સુપ્રસિદ્ધ સ્વરકાર-સંગીતકાર-અમિત ઠક્કરના કર્ણપ્રિય સંગીતના સથવારે અતિ પ્રાચીન અને પરંપરાગત ગરબા ગાઈને ગાંધીનગરના ખેલૈયાઓ અને શ્રોતાઓને ભક્તિ ભાવમાં રસતરબોળ કર્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મધરાત પછી મંડળી ગરબાની રમઝટ જામે છે. યુવાન ખેલૈયાઓ મોડી રાત સુધી ઢોલ અને શરણાઈના સુરે શિસ્તબદ્ધ રીતે મંડળી ગરબાની મોજ માણે છે. મંડળી ગરબામાં 'સરકારી' તરીકે ઓળખાતી સુપ્રસિદ્ધ ધૂન માણવાની મજા જ કંઈ ઓર છે. ગુજરાત રાજ્યના લેબર કમિશનર  કે. ડી. લાખાણી, જિલ્લા પંચાયતના સદસ્ય અને પ્રમુખ ગ્રુપના મુકેશભાઈ ચૌધરી,જીતુભાઈ ચૌધરી તથા દેવેનભાઈ પણ ગરબા માણવા પધાર્યા હતા.

    ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. પહેલા અને બીજા નોરતે 82,000 થી વધુ પ્રેક્ષકોએ કલ્ચરલના ગરબાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.ગાંધીનગર કલ્ચરલ ફરમના બીજા નોરતે ગાયત્રી ઠક્કર બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ અને રાહુલ વાઘેલા બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં જ્હાનવી રાવલ અને નીરવ ચૌધરી રનર્સ અપ રહ્યા હતા. જીનલ દખણી અને જીલ જોશીની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી, જ્યારે સની રાજપુત અને અનુરાગ બ્રાહ્મણીયા રનર્સ અપ રહ્યા હતા. 35 વર્ષથી વધુ વયની ખેલૈયાઓની કેટેગરીમાં દિપા બંકિમ શાહ બેસ્ટ ક્વીન અને રૂપેશ પરીખ બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં બિંદુ દરજી અને અંકિત ત્રિવેદી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે ભૂમિ મેવાડા અને પ્રિન્સ તરીકે નિકેત સોલંકી વિજેતા થયા હતા. આ કેટેગરીમાં યશ્વી શાહ અને હાર્દિક સોલંકી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર પ્રિન્સેસ તરીકે દેવાંશી જાડેજા અને પ્રિન્સ તરીકે આર્યન ગોસ્વામી વિજેતા થયા હતા. આ કેટેગરીમાં દ્વિતી સાંગાણી અને વેદ પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડ કેટેગરીમાં હીર ચૌહાણ અને પ્રિયાંશ રજવાણીયા વિજેતા થયા હતા, જ્યારે  હ્રિદા ઠક્કર અને વિહાન શેઠ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં ધ્યારા રાઠોડ અને વિહાન જાની વિજેતા થયા હતા, જ્યારે જેન્સી પટેલ અને હોશી જૈન દિવસ રનર્સ અપ રહ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં બીજા નોરતે નિર્ણાયક તરીકે બીજોય શિવરામન,ભૈરવી હેમંત, જીગ્નેશ સુરાણી,દેવેશ શ્રીવાસ્તવ અને  રુપલ ભટ્ટે સેવાઓ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply