Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના 15મા સ્થાપના દિવસની ઉજવણી

Live TV

X
  • ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2ના દ્વારકા ખંડ ખાતે વિશ્વની પહેલી એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 15મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.  શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. 

    શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકની કારકિર્દી એક વ્યવસાય નહિ, પણ જીવન દર્શન સાથે વ્યક્તિ નિર્માણની સાધના છે, એટલે જ, રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકોનું હોય છે. એક શિક્ષક બાળ માનસના વિકાસ થકી સમાજમાં સદભાવનાનું વાતાવરણ ઉભુ કરે છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે.

    આ સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર પી.એન.ગજ્જરે 'નરેન્દ્ર મોદી પ્રેરણાત્મક વ્યાખ્યાન માળા યજ્ઞ' હેઠળ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. 'લર્ન, અનલર્ન અને રિલર્ન'ના કોન્સેપ્ટને સમજી તેને બાળકના ઉછેર માટે ઉપયોગ કરવા તેમણે દરેક શિક્ષકને આહવાન કર્યુ હતું. બાળકોના ઉછેર માટે જેટલા પ્રયત્નો શિક્ષકો કરી રહ્યા છે એટલી જ મહેનત બાળકના માતા-પિતાએ પણ કરવી પડશે અને બાળકોને આવનારા વિકસિત ભારતના ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે.

    આ કાર્યક્રમમાં બાળઉછેર, બાળ કેળવણી, બાળવિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની સરસ્વતી શિશુ મંદિર બાલવાટિકાને 'ગીજુભાઈ બધેકા એવોર્ડ'થી સન્માનિત કરી 'બાલવાટિકા એવોર્ડ' અને રૂ.1 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ ઉપરાંત જી-સેટ પરીક્ષા પાસ કરનાર અને 'શોધ' શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ સિદ્ધી પ્રાપ્ત કરનાર 4 શિક્ષકોને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

    ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પ્રકાશિત પુસ્તકો જેમાં બાળકોમાં વર્તન દોષ, ગુજરાતના વિકાસમાં કન્યા કેળવણીનું યોગદાન, સર્જનશીલ અને પ્રતિભાશાળી બાળક, 36મી નેશનલ ગેમ્સ ગુજરાત-2022, હોલિસ્ટિક ચાઈલ્ડ ડેવલોપમેન્ટ, અન્લીશિંગ ધ સ્પોર્ટીંગ સોલ, સેક્સ એજ્યુકેશન ઇન એડોલેસેન્ટ ઇન ગુજરાત, મિત્ર, મમ્મી અને પરિવાર મળીને કુલ 10 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
     
    ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરનાં મહર્ષિ પાણિનિ સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલય ઉજ્જૈન સાથે ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંવાદ સહિત સર્વાંગી બાળવિકાસ બાબતે, ડાયસક્યુબ સાથે રમકડાં નિર્માણ તેમજ કડી સર્વ વિદ્યાલય સાથે સમગ્ર શિક્ષણની પ્રક્રિયા બાબતે MoU કરવામાં આવ્યા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply