Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • ગાંધીનગર ખાતે નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    રાજ્યમાં ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ તથા શ્રમિકોના સર્વાંગી કલ્યાણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી ગાંધીનગર ખાતે નવા શ્રમ કાયદાઓ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

    આ બેઠકમાં ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચે પરસ્પર વિશ્વાસ કેળવીને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

    ચાર નવા શ્રમ કાયદાઓ ઉદ્યોગપતિઓ અને શ્રમયોગીઓ બંને માટે હિતકારી: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
    કાર્યક્રમને સંબોધતા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના જટિલ કાયદાઓને સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલા ચાર નવા શ્રમ કાયદાઓ ઉદ્યોગપતિઓ અને શ્રમયોગીઓ બંને માટે સમાનરૂપે હિતકારી સાબિત થશે.

    તેમણે ઉમેર્યું હતું કે, "કોઈપણ ઉદ્યોગની સફળતા પાછળ શ્રમિકોનો પરસેવો અને પરિશ્રમ રહેલો છે. ઉદ્યોગપતિઓએ શ્રમિકોને પોતાના પરિવારના સભ્ય સમાન ગણી તેમની સલામતી અને આરોગ્યની ચિંતા કરવી જોઈએ, જેના બદલામાં શ્રમિકો પણ પૂરી નિષ્ઠાથી સંસ્થાને આગળ વધારશે."

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવા શ્રમ કાયદાઓમાં શ્રમિકોની સલામતી, કાર્યસ્થળે યોગ્ય વાતાવરણ, શુદ્ધ પીવાનું પાણી, યોગ્ય વેતન અને સામાજિક સુરક્ષાને અગ્રિમ પ્રાથમિકતા અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

    ઉદ્યોગ અને શ્રમિકો એક સિક્કાની બે બાજુ છે: રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા
    શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને શ્રમિકો એક સિક્કાની બે બાજુ સમાન છે. બંનેના સહયોગથી જ ઔદ્યોગિક પ્રગતિને વેગ મળી શકે છે. પરસ્પર સંવાદ, સમજણ અને સહકારથી જ રાજ્યમાં કાયમી ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહેશે અને શ્રમિકોના હિતોનું સુરક્ષિત રક્ષણ થશે.

    પારદર્શિતા અને ડિજિટાઈઝેશન પર વિશેષ ભાર
    શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ લોચન સહેરાએ કાર્યક્રમમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 29 જેટલા જૂના કાયદાઓને સંકલિત કરીને 4 નવા લેબર કોડ્સ બનાવવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ કમ્પ્લાયન્સ સરળ કરવાનો અને નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓ દૂર કરી સમાધાનકારી પ્રક્રિયા અપનાવવાનો છે.

    પ્રક્રિયાઓને પારદર્શક બનાવવા માટે શ્રમ વિભાગની તમામ સેવાઓ આગામી સમયમાં સંપૂર્ણપણે ઓનલાઈન પોર્ટલ પર કાર્યરત કરવામાં આવી રહી છે.

    ઉદ્યોગોમાં થતા અકસ્માતો ઘટાડવા માટે સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન અનિવાર્ય છે.

    શ્રમિકોના કૌશલ્ય વિકાસ માટે સરકારે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ શરૂ કર્યું છે, જેમાં તાલીમનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર વતી ભોગવવામાં આવે છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની ‘પીએમ-સેતુ’ યોજના હેઠળ આઈટીઆઈને આધુનિક બનાવવા ઉદ્યોગોનો સહયોગ લેવાઈ રહ્યો છે.

    આ ઉચ્ચસ્તરીય બેઠક અને જાગૃતિ કાર્યક્રમમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, અધિક લેબર કમિશનર એમ.સી. કારિયા સહિત શ્રમ આયુક્ત કચેરીના અગ્રણી અધિકારીઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply