Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વરસાદની આગાહી: આણંદ, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Live TV

X
  • ગુજરાતમાં વરસાદની આગાહી: આણંદ, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, સિઝનનો કુલ વરસાદ 89.16 ટકા નોંધાયો

    રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે નવું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન રહી શકે છે, જ્યારે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    આજે કયા વિસ્તારોમાં રહેશે વરસાદી માહોલ?

    હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના આણંદ, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને ડાંગ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    આ ઉપરાંત, વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

    રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ (89.16 ટકા):
    રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદની વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 89.16 ટકા વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં 114 ટકાથી વધુ જ્યારે કચ્છમાં સૌથી ઓછો 57.60 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, પૂર્વ - મધ્યમાં 89.68 ટકા, સૌરાષ્ટ્રમાં 71.29 ટકા વરસાદ નોંધાયો છે.

    દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકા વટાવી ગયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply