મોરબીમાં 'સેવા મેરા યોગદાન 2026' અભિયાન
Live TV
-
મોરબીમાં 'સેવા મેરા યોગદાન 2026' અભિયાન: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઉપસ્થિતિમાં લીલાપર ચોકડી ખાતે યોજાયું સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના સફળ 25 વર્ષ નિમિત્તે ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મોરબીમાં 'સેવા મેરા યોગદાન 2026' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પેપર મિલ એસોસિયેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે લીલાપર ચોકડી ખાતે એક વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે નાગરિકો સાથે મળીને સ્વચ્છતાના શપથ લીધા હતા અને સફાઈ કામગીરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
લીલાપર ચોકડી ખાતે શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને દરેક નાગરિક વર્ષમાં 100કલાક સફાઈ માટે ફાળવે તેવું આહવાન કરવામાં આવ્યું છે. આ આહવાનને ઝીલીને મોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા લીલાપર ચોકડી પાસે સફાઈ અભિયાન યોજાયું હતું.આ અભિયાનમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપરાંત મોરબી GPCB કચેરીના અધિકારી એસ.વી. માલસતાર, ઉદ્યોગકારો, પેપર મિલના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અને લીલાપર ચોકડીની આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી.
'ગ્રીન મોરબી, ક્લીન મોરબી' અને 1000 વૃક્ષોનું આયોજન
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ ઉપસ્થિત સૌ નાગરિકોને પોતાના રહેણાક વિસ્તાર તેમજ ધંધા-રોગારના સ્થળોની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અપીલ કરી હતી.આગામી સમયની રૂપરેખા આપતા મોરબી પેપરમીલ એસોસિયેશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે:
"ગ્રીન મોરબી, ક્લીન મોરબી' અભિયાન અંતર્ગત મોરબીના લીલાપર વિસ્તારમાં 'ગ્રીન લીલાપર, ક્લીન લીલાપર' હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુથી 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ સુંદર કાર્ય માટે વિશેષ એમ.ઓ.યુ. (MoU) પણ કરવામાં આવ્યા છે."
આ કાર્યક્રમ દ્વારા મોરબીના ઉદ્યોગો અને વહીવટી તંત્રએ પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાનો ઉત્તમ સંદેશ પૂરો પાડ્યો છે.
