Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે માહિતી કમિશનરની કચેરી દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • પર્યાવરણ જતન અને સ્વચ્છતા આપણી સૌની સામૂહિક જવાબદારી: માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણી

    રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે માહિતી કમિશનરની કચેરી સેક્ટર-16  ગાંધીનગર ખાતે માહિતી કમિશનર કે. એલ. બચાણીના અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે માહિતી કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું અને આપણી આસપાસના પરિસરને સ્વચ્છ તેમજ સુઘડ રાખવું એ માત્ર સરકારી પ્રક્રિયા નથી, પરંતુ આપણા સૌની નૈતિક અને સામાજિક જવાબદારી છે. આ પ્રકારના અભિયાન દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણીય જાગૃતિ વધારવાના સંકલ્પને વધુ બળ મળે છે.

    પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા દેશવ્યાપી 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત માહિતી કમિશનર કે. એલ. બચાણી દ્વારા કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 'સ્વચ્છતા એ જ સેવા'ના મંત્રને ચરિતાર્થ કરતાં કચેરી પરિસરમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં માહિતી કમિશનરની કચેરીના ઇન્ચાર્જ અધિક માહિતી નિયામક શ્રી સંજય કચોટ, પ્રેસ અકાદમી સચિવ જયેશ દવે તેમજ માહિતી કમિશનરની કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને શ્રમદાનમાં સહભાગી થયા હતાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply