Skip to main content
Settings Settings for Dark

NFSU દ્વારા શુક્રવારથી 'ન્યુટ્રી-ફાર્મા વીક' ઉજવાશે : ગાંધીનગરમાં 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' દ્વારા સ્વચ્છ આહાર પ્રત્યે જાગૃતિ લવાશે

Live TV

X
  • NFSU ખાતે આરોગ્ય નિદાન કેમ્પ સંપન્ન, એક મહિના સુધી 'સેવા-સંકલ્પ અભિયાન' સાથે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવાશે

    "સેવા-સંકલ્પ અભિયાન: સામાજિક સેવા, એકતા અને રાષ્ટ્ર નિર્માણ" અંતર્ગત, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે એક મહિના સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે, 'ન્યુટ્રી-ફાર્મા વીક' (Nutri’Pharma Week)ના ભાગરૂપે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) દ્વારા FDCA-ગુજરાત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી તારીખ 25 સપ્ટેમ્બર, 2026ના રોજ શહેરવ્યાપી ફૂડ ટેસ્ટિંગ અને સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરાશે. ભેળસેળ સામે જાગૃતિ લાવવા અને નાગરિકો સુરક્ષિત તથા સ્વચ્છ આહાર અંગે જાગૃતિ માટે સમગ્ર શહેરના જુદા-જુદા સ્થાનોએ 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' (Food Safety on Wheels) વાન નિયત સમયે ઊભી રહેશે. જેના દ્વારા નાગરિકોને સ્વચ્છ આહાર પ્રત્યે જાગૃત કરી શકાય.

    NFSU દ્વારા ગુરુવારે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ક્લાસિકલ હોમિયોપેથ અને થેરાપ્યુટિક ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રાજલ શાહના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ 100થી વધુ લોકોએ પોતાના આરોગ્યનું નિદાન કરાવ્યું હતું. NFSUના કુલપતિ 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા ડૉ. રાજલ શાહનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું.

    NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે આ નિદાન કેમ્પ સામુદાયિક સેવાની ભાવનાના સમન્વય દ્વારા સર્વાંગી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ માટેની NFSUની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

    'એમ્પાવર યોર હેલ્થ' વિષય પરના વક્તવ્યમાં, ડૉ. શાહે સૌને સ્વસ્થ રહેવા માટે નિયમિત રીતે ચાલવા જવું, સભાનતાપૂર્વક આહાર લેવો અને લાગણીઓનું યોગ્ય સંચાલન કરવું જેવા સરળ પગલાં લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ આરોગ્ય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 'સારકોપેનિયા' (સ્નાયુઓ ઘટવાની સ્થિતિ) ને પ્રારંભિક તબક્કે ઓળખવાનો હતો - જે એક એવી સ્થિતિ છે જેને ગંભીર સ્વરૂપ ધારણ ન કરે ત્યાં સુધી ઘણીવાર અવગણવામાં આવે છે. સેવા-સંકલ્પ અભિયાન હેઠળ સેવા અને એકતાની ભાવના સાથે હાથ ધરવામાં આવેલી આ પહેલે સૌને યાદ અપાવ્યું કે રોજિંદી નાની-નાની આદતો લાંબા ગાળાના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply