ગાંધીનગર જિલ્લાના વલાદ, સોજા, કડજોદરા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
Live TV
-
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ગાંધીનગર જિલ્લાના જન જન સુધી પહોંચાડવા માટે સમગ્ર જિલ્લામાં જનકલ્યાણ શિબિર યોજાઈ રહી છે.
જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વલાદ, સોજા, કડજોદરા અને પાનસર ગામો ખાતે ભવ્ય 'જનકલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં સ્થાનિક ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને સ્થળ પર જ પ્રક્રિયા હાથ ધરી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ અન્ય યોજનાઓના લાભોનું સીધું વિતરણ કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન મુખ્યત્વે આરોગ્ય, ઉર્જા, પંચાયત, ગ્રામ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગ અંતર્ગતની આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમો યોજના, પી.એમ.જે.એ.વાય. મા, પી.એમ. સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના,વી.બી.જી. રામ જી યોજના, પી.એમ. સ્વનિધિ યોજના,ફ્રી શીપ કાર્ડ, (શાળા-કોલેજ પ્રવેશ દરમિયાન)રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના,રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના,ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના જેવી 15 મુખ્ય યોજનાઓનું સઘન માર્ગદર્શન અને લાભો આપવામાં આવ્યા હતા.
આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અરજીઓનો નિકાલ કરીને આયુષ્માન કાર્ડ અને યોજનાકીય મંજૂરી પત્રો એનાયત કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય (દહેગામ-2) શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય (સોજા) ભરત અંબાલાલ પટેલ, સાકળ ગામના સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
