સુરેન્દ્રનગરમાં હનીટ્રેપનો પર્દાફાશ: પોલીસે ગણતરીના કલાકોમાં 7 આરોપીઓને ઝડપી પાડ્યા
Live TV
-
સુરેન્દ્રનગર શહેરમાં બનેલી હનીટ્રેપની એક ગંભીર ઘટનાનો સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સાત આરોપીઓની અટકાયત કરી છે.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) વૈદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ ઝડપાયેલા આરોપીઓના નામ સાહિલ ચૌહાણ,શક્તિ બાજીપરા, ભાર્ગવ પરમાર,સમીર કોડીયા,ફરદીન શેખ,સમીર દિવાન,અંકિત ત્યાગી પોલીસે સપાટો બોલાવ્યો છે.ASP વૈદિકા બિહાનીના જણાવ્યા અનુસાર, પકડાયેલા કેટલાક આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ પ્રોહિબિશન, જુગાર, ચોરી તેમજ હત્યાના પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હાલ આખી ગેંગના ગુનાહિત નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.પોલીસને આશંકા છે કે આ હનીટ્રેપના કેસમાં પૂછપરછ દરમિયાન હજુ પણ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. આ ટોળકીએ અન્ય કોઈ વ્યક્તિને શિકાર બનાવી છે કે કેમ અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
