Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ, બે દિવસ હળવા વરસાદની શક્યતા

Live TV

X
  • ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં નિયમિત ચોમાસું બેસવા માટે હજુ થોડી રાહ જોવી પડશે.

    જોકે, આગામી 17 જૂનથી 23 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં બે દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે.

    17 જૂન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.18 જૂન મહીસાગર, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પાકિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ પસાર થઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં ગરમીનો પારો 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે, જેનાથી હજુ પણ પંથકમાં અકળામણ યથાવત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply