Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર જિલ્લામાં ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ યોજાઇ

Live TV

X
  • પર્યાવરણની જાળવણી અને ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ-સુઘડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 'પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ' અંતર્ગત વ્યાપક પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ તાલુકાના ગામોમાં આજની ખાસ થીમ આધારિત આ ઝુંબેશ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

    અભિયાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો અને ગ્રામજનોના સક્રિય સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓની બંને બાજુઓ, જાહેર સ્થળો અને સ્થાનિક બજારોમાંથી તમામ પ્રકારના પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. એકત્રિત કરવામાં આવેલા તમામ પ્લાસ્ટિક કચરાના વજનની ચોક્કસ નોંધ રાખવામાં આવી છે, જેથી આગામી સમયમાં તેના યોગ્ય રિસાયક્લિંગ અને નિકાલનું આયોજન કરવામાં આવશે.સફાઈ પ્રવૃત્તિની સાથે-સાથે ગ્રામીણ સ્તરે લોકોને પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે માહિતગાર કરી, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણના રક્ષણ માટે લોકજાગૃતિ કેળવવામાં આવી હતી.આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરેથી પ્લાસ્ટિક પ્રદૂષણને જડમૂળથી નાબૂદ કરવાનો અને સ્વચ્છતાને લોકોની રોજિંદી આદત બનાવવાનો છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતોના સંયુક્ત પ્રયાસોથી આ અભિયાનને સફળતા મળી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply