Skip to main content
Settings Settings for Dark

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખાતરોના સમતોલ ઉપયોગ અંગે ખેડૂત તાલીમ યોજાઈ

Live TV

X
  • ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ બચાવો અભિયાન અંતર્ગત નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખાતરોના સમતોલ ઉપયોગ અંગે ખેડૂત તાલીમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ  કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને જીવામૃત, ઘન જીવામૃત, ગૌ આધારિત કૃષિ પદ્ધતિઓ તથા રાસાયણિક ખાતરોના સંકલિત અને સમતોલ ઉપયોગ દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવવા તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    કાર્યક્રમમાં ગામના કુલ 32 આ ખેડૂતો હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી.પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો અંગે સમજણ આપવામાં આવી હતી.આ  કાર્યક્રમના અંતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અને જમીન, પર્યાવરણ તેમજ માનવ આરોગ્યના સંરક્ષણ માટે આ પદ્ધતિઓ અપનાવવાની અપીલ કરવામાં આવી હતી....આ તાલીમમાં ગ્રામ સેવક હરેશ મકવાણા, તાલુકા પ્રોજેક્ટ મેનેજર પાર્થ પટેલ, સીઆરપી ગજેન્દ્ર મહીડા તેમજ કાઉન્સિલર  જીજ્ઞાસાબેન સુકેત પટેલ ઉપસ્થિત રહ્યા હતા....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply