ગાંધીનગર જિલ્લા કલેકટરે કલોલના કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
Live TV
-
કલોલના સ્થાનિક પદાધિકારીઓ, નાગરિકો અને અધિકારીઓ સાથે કલેકટરશ્રીની અધ્યતામાં બેઠક યોજાઇ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પીવાનું પાણી સુચારું રીતે મળી રહે તે માટે વધુ ટેન્કરની સુવિધા કરાઇ. કોલેરા રોગ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સફાઇ કરેલ ટાંકીનું કલોરિનેશન કરેલું પાણી રાંધવા- પીવા માટે ઉપયોગ ન કરવાનું જણાવતાં કલેકટર
ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ આર્યએ આજે કલોલ શહેરના કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અગ્રણી-નાગરિકો અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યની અધ્યક્ષતામાં કલોલ ખાતે સંબંધિત અધિકારીની યોજોયલ બેઠકમાં કોલેરાને નાથવા માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. અત્યાર હાલમાં કલોલ રેલ્વ પૂર્વ વિસ્તારના કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં રહેતા ૪૫ હજાર જેટલા નાગરિકોને ટેન્કરથી પીવાનું પાણી આપવામાં આવે છે.
પીવાનું પાણી તમામ નાગરિકોને ટેન્કર દ્વારા સુચારું રીતે મળી રહે તે માટે કોર્પોરેશન અને પાણી પુરવઠામાંથી વઘારાના ટેન્કરની વ્યવસ્થાન પણ કલેકટર દ્વારા કરી આપવામાં આવી છે. કલેકટરે સફાઇ કરેલ પાણીની ટાંકીનું કલોરિનેશન વાળું પાણી હાલ રાંધવા અને પીવા માટે નાગરિકો ન વાપરે તેની ખાસ તકેદારી રાખવા પણ સ્થાનિક તંત્રને જણાવ્યું હતું. તેમજ નાગરિકોને આ અંગેની જાણ થાય તે માટે યોગ્ય પ્રચાર- પ્રસારનું આયોજન કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. જયાં સુધી કોલેરાનો રોગ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી તમામ નાગરિકોને સફાઇ કરેલ કલોરિનેશન વાળું ટાંકીનું પાણી માત્ર નાહવા-ધોવા અને કપડા ધોવા માટે જ ઉપયોગ કરવા નગરજનોને જણાવ્યું છે. પીવા અને રાંધવા માટે ટેન્કર દ્વારા અપાતા પાણીનો જ ઉપયોગ કરવા જણાવ્યું છે.
મુલાકાત દરમ્યાન કલેકટરે સ્થાનિક પદાધિકારી, અગ્રણીઓ અને નાગરિકોની ફરિયાદને ધ્યાનની સાંભળી હતી. તેમણે કોલેરાગ્રસ્ત ત્રિકમપુરા વિસ્તાર મુલાકાત લીધી હતી. પાણીની ટાંકીની સફાઇ અંગેનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકી, કલોલ મામલતદાર, તાલુકા અર્બન હેલ્થ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
