Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ

Live TV

X
  • ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ

    ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ની ચૂંટણીના પરિણામો માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના સેક્ટર-15 સ્થિત કોમર્સ કોલેજ ખાતે સ્થાપિત 5 મતગણતરી કેન્દ્રો પર સવારે 9 વાગ્યાથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતો ગણવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

    તાજેતરમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે રસાકસીભર્યો જંગ જોવા મળ્યો હતો, જેમાં મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારોના રાજકીય ભાવીનો આજે ફેંસલો થવા જઈ રહ્યો છે. ગત 11 ઓક્ટોબરે યોજાયેલા મતદાન દરમિયાન ગાંધીનગરમાં સરેરાશ 59.25 ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું હતું.

    ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ:

    મતગણતરી કેન્દ્ર પર EVM સ્ટ્રોંગ રૂમ અને સમગ્ર પરિસરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    તમામ રાજકીય પક્ષો અને નાગરિકોની નજર હાલ આ ચૂંટણી પરિણામો પર ટકેલી છે, જે થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે કે પાટનગરની સત્તાની ચાવી કોના હાથમાં જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
apply