Skip to main content
Settings Settings for Dark

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી મહેસાણા-કડી વિસ્તારમાં મેગા સરપ્રાઇઝ ચેકિંગ

Live TV

X
  • શંકાસ્પદ કપાસિયા ખોળની અંદાજે 158,500થી વધુ બેગ ધરાવતા કુલ ચાર વેરહાઉસ સીલ કરાયા, ખોળના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં મોકલાયા... પ્રાથમિક તપાસમાં લિંચ ખાતેના વેરહાઉસમાંથી રૂ. 25 કરોડની કિંમતનો 63 લાખ કિલો જથ્થો ભેળશેળયુક્ત જણાયો

    ગુજરાતમાં તાજેતરમાં જ પશુઓના આહારની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નવો કાયદો ઘડાયો છે અને રાજ્યપાલએ તેને મંજૂરી પણ આપી દીધી છે. જ્યારે બીજી બાજુ રાજ્ય સરકારે ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે. પશુપાલકોના હિતનું રક્ષણ કરવા માટે પશુપાલન મંત્રી જીતુ વાઘાણીના નિર્દેશ હેઠળ ગઈકાલે તા. 11/10/2026ના રોજ મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં વિવિધ વેરહાઉસો પર સરપ્રાઇઝ સંયુક્ત તપાસ હાથ ધરી મોટો જથ્થો સીલ કરવામાં આવ્યો છે.

    ધી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની યોજાયેલ વાર્ષિક સાધારણ સભા દરમિયાન પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ગેરરીતિ કરનાર તત્વોને ચેતવણી આપી હતી કે, પશુઆહાર અને ખોળમાં ભેળસેળ કરનારા ઈસમોને રાજ્ય સરકાર જરા પણ સાંખી નહીં લે અને તેમની સામે કાયદાનું કડકમાં કડક શસ્ત્ર ઉગામવામાં આવશે.

    આ સંદર્ભે મળેલી ચોક્કસ રજૂઆતના આધારે પશુપાલન તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મંત્રી વાઘાણીની કડક સૂચનાથી મહેસાણા કલેકટરના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મામલતદાર – કડી તથા પશુચિકિત્સા અધિકારીઓની સંયુક્ત ટીમો દ્વારા NCDEX ગ્રુપ સંલગ્ન 4 મોટા વેરહાઉસો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

    આ ચેકિંગ દરમિયાન કડી તાલુકાના અલદેસણ ખાતે ભવ્ય વેર હાઉસમાં ૧૪,૧૨૫ બેગ અને શુભમ લોજીસ્ટિક વેર હાઉસ ખાતે 5090 બેગ, નગરાસણ ખાતે મહાશક્તિ વેર હાઉસ (અમીના વેર હાઉસ)માં 10796 બેગ તેમજ લિંચ અંબાસણ રોડ ખાતે સ્થિત એલ.ટી.સી. વેર હાઉસમાં અંદાજે 128,622 બેગ શંકાસ્પદ ખોળ મળી આવ્યો હતો.

    આ તમામ સ્થળોએ રાખવામાં આવેલા શંકાસ્પદ ખોળની કુલ મળીને અંદાજે 158,500થી વધુ બેગના જથ્થાને ગણતરી અને ચકાસણી અર્થે મોડી રાત્રે જ સીલ કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં લિંચ ખાતે આવેલા વેરહાઉસમાં રૂ. 25 કરોડની કિંમતનો આશરે 63.41 લાખ કિલોગ્રામ જથ્થો એક્સપાયર થયેલો અને ભેળશેળયુક્ત જણાયો છે. 

    આ દરોડા દરમિયાન પશુપાલન વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પૃથ્થકરણ માટે શંકાસ્પદ ખોળના વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ-અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે, જેને ત્વરિત ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, આજે તા. 12/10/2026ના રોજ પણ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર ફિઝિકલ સ્ટોક અને સ્ટોક રજિસ્ટર ખાતેની બંધ સિલકના વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 

    પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યના પશુપાલકોને તેમના પશુધન માટે શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત આહાર મળે તે સરકારની પ્રાથમિકતા છે. નવા કાયદાના અમલીકરણ બાદ નિર્ધારિત BIS અને ICAR ના ધોરણોનું ઉલ્લંઘન કરનારા અને ભેળસેળયુક્ત અખાદ્ય આહાર વેચીને પશુઓના સ્વાસ્થ્ય અને પશુપાલકોની આજીવિકા સાથે ખિલવાડ કરનારા તત્વો સામે કાયદાકીય દંડ, લાઇસન્સ રદ કરવા તથા જેલસજા સુધીના કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ કાયદાનો અમલ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply