ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર-26 GIDCમાંથી ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત
Live TV
-
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ સેફટી વિભાગ દ્વારા વારંવાર શહેરમાં ફૂડ બાબતનાં સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાનાં ફુડ સેફટી વિભાગ દ્વારા ડુપ્લીકેટ અમુલ ઘી બાબતે સેક્ટર-૨૬ જી.આઈ.ડી.સી ખાતે આવેલ પેઢી પાયલ ટ્રેડર્સમાં સંયુકત તપાસ હાથ ધરવામાં આવેલ.
તપાસ દરમિયાન ડુપ્લીકેટ અમુલ ઘીના 15 કિ.ગ્રા.ના કંપની પેક ટીનમાંથી તથા ડુપ્લીકેટ અમુલ ઘી 500 મીલી પાઉચનો નમૂનો લેવામાં આવેલ તેમજ પેઢીમાં હાજર માખણમીશ્રી કાઉ ઘી 15 કિ.ગ્રા.ટીનમાંથી અને 500 મીલી જારના નમૂનાઓ લેવામાં આવેલ. ઉપર મુજબનાં નમૂનાઓ લઇ બાકીનો 8,960/- રૂ.નો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ સદર પેઢીનું લાયસન્સ પણ 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
