અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોન્સૂન મુખ્ય કંન્ટ્રોલરૂમ તૈયાર કરાયો
Live TV
-
આગામી ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં દરેક પરિસ્થિતિની પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે માટે સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મોન્સૂન મુખ્ય કંન્ટ્રોલરૂમ તૈયાર કરવામાં આવેલ છે. સાથે જ મુખ્ય કંન્ટ્રોલરૂમથી જુદા જુદા 24 કંટ્રોલરૂમ. સાથે જ અંડર પાસને વાયરલેસ સિસ્ટમ અને ઇન્ટરનેટના માધ્યમથી ડિજિટલી કનેક્ટ કરવામાં આવેલ છે.
સાથે જ વરસાદ માપવાના કુલ 27 અધ્યતન ઓટોમેટિક રેઇન ગેજ મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી છે. અને 130 વોટર લોગીંગ સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. જે માટે 2300 કેમેરાથી નજર રાખવામાં આવશે.
