સાબરકાંઠાઃ ઈડર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત
Live TV
-
પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોનું ઘટના સ્થળે જ મોત થયાં હતાં.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના કરૂણ મોત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોનું ઘટના સ્થળે જ મોત થયાં હતાં. ડોક્ટર પરિવાર બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, રોડ સમારકામને કારણે એક જ અઠવાડિયામાં 5 અકસ્માત થયા છે ત્યારે ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો છે.
