ગાંધીનગર-રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસીનું લોન્ચીંગ
Live TV
-
ગટરના શુદ્ધ કરાયેલા પાણીનો પુન:ઉપયોગ કરવામાં આવશે
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસીનું લોન્ચીંગ કરવામાં આવ્યું. આ પોલીસીમાં ગટરના શુદ્ધ કરાયેલા પાણીનો પુન:ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નવતર અભિગમને પરિણામે ભૂગર્ભ અને સરફેસ વોટરનો વપરાશ ઘટશે અને રીટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને સસ્તાદરે મળે તો ઉદ્યોગકાર-નાગરિકોના નાણાની બચત થશે. રાજ્યની સાડા છ કરોડથી વધુ વસતીને નર્મદા તથા અન્ય સિંચાઇ યોજનાઓ અને અન્ય સ્ત્રોત દ્વારા પાણી પુરૂં પાડવામાં આવે છે. દરરોજનો ૬૦૦ થી ૭૦૦ કરોડ લિટરનો પાણીનો વપરાશ છે. ત્યારે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તે જરૂરી છે. સાથે સાથે આ પોલીસીના માધ્યમ દ્વારા ટ્રીટમેન્ટ કરાયેલું પાણી પણ ઉદ્યોગગૃહોને પુરૂ પડાશે. જેનાથી ભૂગર્ભ જળનો વપરાશ ઓછો થશે. સાથે સાથે મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા માટે જનજાગૃતિ કેળવી પાણીનો કરકસર યુક્ત ઉપયોગ તેમજ સોલીડવેસ્ટનો નિકાલ અને ગંદા પાણીના શુદ્ધિકરણ જન અભિયાન ઉપાડ્યું છે. તેમાં પણ ગુજરાત ચોક્કસ અગ્રીમ સ્થાને રહેશે.


