Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર-સતત કાર્યનિષ્ઠ 8600 થી વધુ કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Live TV

X
  • લોકસભા સામાન્ય ચૂંટણી 7મી મે, 2024 ના રોજ યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણી ન્યાયિક રીતે, શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સતત કાર્યનિષ્ઠ રહેનાર અધિકારી- કર્મયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ પોસ્ટલ બેલેટ થકી કરતાં હોય છે. ગાંધીનગર સંસદીય મતદાર વિસ્તારની ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા 8600 થી વધુ  કર્મયોગીઓએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બન્યા હતા. 
        
    લોકશાહીના અવસરની ઉજવણી ઉત્સાહપૂર્વક થાય તે માટે સતત ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સુચારું રીતે યોજાય તે માટે અનેક કર્મયોગીઓ કાર્યરત છે. લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સહિત અન્ય સરકારી કર્મયોગીઓ પોતાની સેવા અદા કરનાર છે, તેવા સેવા મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવે છે, જેમાં ગાંધીનગર સંસદીય મત વિભાગમાં  ચૂંટણી પ્રક્રિયામાં સેવા આપનાર કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. 
        
    પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પ્રક્રિયા અંતર્ગત ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ સેવાકર્મીઓએ પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 36- ગાંધીનગર(ઉ)માં 2257, 38- કલોલમાં 1159, 40 – સાણંદમાં 1426, 41- ઘાટલોડિયામાં 1094, 42- વેજલપુરમાં 755, 45 - નારણપુરામાં 1155 અને 55- સાબરમતીમાં 857 મળી કુલ 8695 સેવા મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે  પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની બાજુમાં આવેલા પોલીસ કવાર્ટરમાં સુવિધા કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું. જ્યાં સેવાકર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. 

    મતદાનની પ્રક્રિયાને સુચારું રીતે સંપન્ન કરવા માટે 8600 થી વધુ કર્મનિષ્ઠ કર્મયોગીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply