Skip to main content
Settings Settings for Dark

ચોટીલા વિધાનસભામાં સમાવિષ્ટ ચાર ગામોમાં ઢોલની દાંડી પીટીને મતદાન માટેની અપીલ કરાઈ

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. સી. સંપટના દિશા નિર્દેશ હેઠળ જિલ્લાનો દરેક નાગરિક જાગૃત થઈને અચૂક પણે મતદાન કરે અને કરાવે તે માટે છેવાડાના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી મતદાન જાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં મતદારોને જાગૃત કરવા માટે નુક્કડ નાટકો, શેરી મીટીંગો સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

    પ્રાચીન કાળમાં જ્યારે ગ્રામજનો માટે કોઈ જાહેરાત કરવાની હોય કે કોઈ બાબતથી વાકેફ કરવાના હોય ત્યારે ગામમાં ઢોલની દાંડી પીટીને જાહેરાત કરવામાં આવતી. જિલ્લામાં 7 મે ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે 63- ચોટીલા વિધાનસભામાં સમાવિષ્ટ ચોટીલા તાલુકાના મોડેલ મતદાન મથક એવા નાના પાળીયાદ ગામ તથા રાજપરા-ચોબારી ખાતે તેમજ મૂળી તાલુકાના કુંતલપુર ગામ ખાતે મતદારોને જાગૃત કરવા માટે જાહેરાતની આ પ્રાચીન પદ્ધતિ અપનાવી મતદારોને મતદાન સંદેશ અપાયો હતો. ગામની શેરીએ શેરીએ દાંડી પિટાવી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply