Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

Live TV

X
  • વઢવાણ પ્રાંત કચેરી ખાતે ઉભા કરાયેલા ફેસિટિલેશન સેન્ટર પરથી આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધૂળા સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મેના રોજ મતદાન યોજાવાનું  છે. ત્યારે પોલિંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીશ્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ARO કક્ષાના FC સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

    આ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા અને રિદ્ધિ ગુપ્તે, જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ,  આસી.લેબર કમિશનરશ્રી સુરભી ભપલ, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પા પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

    વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આગામી ૭ મેના રોજ જિલ્લાવાસીઓને પણ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply