ગાંધીનગર: સેક્ટર-16ની કેનેરા બેન્કમાં આગ, શોર્ટ સર્કિટને કારણે ફાઇલો બળીને ખાખ
Live TV
-
ગાંધીનગરના સેક્ટર-16માં આવેલી કેનેરા બેન્કની શાખામાં આજે સવારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
બેન્ક ખુલ્યાના થોડા જ સમયમાં અંદરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.આગનું કારણ સ્ટેશન ફાયર ઓફિસર સમીરદાન ગઢવીના જણાવ્યા મુજબ, એર કંડિશનરના ડક્ટમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી.નુકસાન આગને કારણે ડક્ટની નજીક રહેલી કેટલીક અગત્યની ફાઇલો અને દસ્તાવેજો બળીને ખાખ થયા હતા. જોકે, બેન્કની રોકડ રકમને કોઈ નુકસાન થયું નથી.બચાવ કામગીરી ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી આગને અન્ય વિભાગોમાં ફેલાતી અટકાવી હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.આગના બનાવને પગલે થોડા સમય માટે બેન્ક નજીક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
