ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું: બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’થી સન્માનિત
Live TV
-
નવી દિલ્હી ખાતે આયોજિત ‘17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-2026’માં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026”થી સન્માનિત કરવામાં આવ્યું છે.
સન્માન આ એવોર્ડ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના હસ્તે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યો હતો.ખેડૂતોને સમર્પણ પુરસ્કાર સ્વીકાર્યા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ સિદ્ધિને રાજ્યના લાખો પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગની ટીમની મહેનતનું પરિણામ ગણાવી તેમને સમર્પિત કરી હતી.ઐતિહાસિક સિદ્ધિ ગુજરાત અગાઉ વર્ષ 2009,2014,2018અને 2019માં પણ વિવિધ કૃષિ અને પશુપાલન ક્ષેત્રના એવોર્ડ મેળવી ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અગાઉ 9.9%નો ઐતિહાસિક કૃષિ વૃદ્ધિ દર હાંસલ કરી ચૂક્યું છે.નિર્ણાયક સમિતિ આ પુરસ્કાર માટેની મૂલ્યાંકન સમિતિના વડા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી. સદાશિવમ હતા, જે પુરસ્કારની પારદર્શિતા અને ગરિમા સૂચવે છે.આ સમારોહમાં દેશના અનેક વરિષ્ઠ મહાનુભાવોએ ગુજરાતની મોડેલ કૃષિ નીતિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
