ગાંધીનગર સેક્ટર 24 માં ટીબી માટે શિબિરનું આયોજન કરાયું, કેન્દ્રીય આરોગ્ય ટીમે પણ મુલાકાત લીધી
Live TV
-
ટીબીના કોઈપણ દર્દીઓ જણાય, તો તેને સારવાર આપવામાં આવશે
આ વર્ષે ટીબી સામે ભારતની લડાઈ વધુ મજબૂત બની છે. તાજેતરમાં તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા કરી હતી. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત દરેક નાગરિકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ટીબીના કોઈપણ દર્દીઓ જણાય, તો તેને સારવાર આપવામાં આવશે
તો અલગ-અલગ આંગણવાડીઓ અને અર્બન હેલ્થ સેન્ટર પર એક્સરે પાડી દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર સેક્ટર 24 આંગણવાડીમાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓ અને ટીબીના દર્દીઓના સગા-સંબંધીઓ તેમજ તે વિસ્તારના લોકોનું સ્કેનિંગ કરવામાં આવે છે. ત્યારે ટીબીના કોઈપણ દર્દીઓ જણાય, તો તેને સારવાર આપવામાં આવશે.
ટીબીના દર્દીઓ શોધવા માટે ટીબી વાનની શરૂઆત કરવામાં આવી
તે ઉપરાંત તમામ દવાઓ અને તમામ ખર્ચ ફ્રીમાં થશે. તેમજ ગાંધીનગર સેક્ટર 24 આંગણવાડીમાં સેન્ટર ટીબી ડિવિઝન ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓ દ્વારા ટીબી અંતર્ગત થતી કામગીરીને લઈને જરૂરી સૂચનો અને સમજણ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં ટીબીના દર્દીઓ શોધવા માટે ટીબી વાનની શરૂઆત કરવામાં આવી છે.