ગાંધીનગર 11 ડિગ્રી સેલ્સિયસ સાથે બન્યું સૌથી ઠંડુગાર શહેર
Live TV
-
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયા કરતા હવે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે.
આજે રાજ્યનું પાટનગર ગાંધીનગર 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 11.5, અમદાવાદમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.2 ડિગ્રી, દીવમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે ઠંડીનું જોર હજુ વધી શકે છે.