ગાંધીનગર CID ક્રાઈમનો મોટો પર્દાફાશ: 3.77 કરોડની સાયબર ઠગાઈના નેટવર્ક સાથે જોડાયેલા આરોપીઓ ઝડપાયા
Live TV
-
રાજ્યમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને રોકવા માટે સી.આઈ.ડી. ક્રાઈમ (ગાંધીનગર) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે વડોદરા, પાલનપુર અને ગોવા ખાતે દરોડા પાડીને સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું રચીને અલગ-અલગ વ્યક્તિઓના નામે સેવિંગ અને કરંટ બેંક ખાતાઓ ખોલાવતા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈના રૂપિયા મેળવવા અને તેને સગેવગે કરવા માટે થતો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ₹3.77 કરોડ થી વધુની સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (1930) પર આ એકાઉન્ટ્સ સંબંધિત સમગ્ર દેશમાં 375 જેટલી ફરિયાદો નોંધાયેલી છે.કિરણ જોષી (થરાદ): મ્યુલ એકાઉન્ટ નેટવર્કનું મુખ્ય સંચાલન,પૃથ્વીરાજ દિરવાડિયા (થરાદ): નેટવર્ક સંચાલનમાં સહયોગી,મહેશ જોષી (કાંકરેજ): 'શિવમ એજન્સી' નામે ખોટી પેઢી બનાવી ખાતા ખોલાવ્યા,જીગર સોલંકી (પાલનપુર): 'શિવધારા મસાલા બિઝનેસ' નામે ખોટી પેઢી બનાવી 6 ખાતા આપ્યા,પ્રકાશ જોષી (ઓગડ): 'MR WATER' નામે પેઢી બનાવી 8 ખાતા ખોલાવ્યા,મીત શ્રીમાળી અને મેહુલ સોલંકી (પાલનપુર): બેંક ખાતાઓ અને કી (Key) પૂરી પાડવામાં મદદગારી આરોપીઓ ઝડપા હતા પોલીસે આરોપીઓ પાસેથી 13 મોબાઈલ ફોન, 13 ચેકબુક, 2 સિમ કાર્ડ અને 4 કોરા ચેક જપ્ત કર્યા છે.આ સમગ્ર કામગીરી સી.આઈ.ડી. ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને ગુપ્ત બાતમીના આધારે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. પોલીસ હાલ આ ગુનામાં સંડોવાયેલા અન્ય મળતિયાઓની શોધખોળ કરી રહી છે.
