ગાંધીનગર NFSU ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી: 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
Live TV
-
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે તા.5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે યુનિવર્સિટી કેમ્પસમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા, NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી સહિતના સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારેએ જણાવ્યું હતું કે, કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલું આ વૃક્ષારોપણ અભિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ 2.0 ' પ્રોજેક્ટનો એક ભાગ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે સામાજિક જવાબદારી નિભાવવા માટે પણ પ્રતિબદ્ધ છે અને આ પ્રકારના અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
