Skip to main content
Settings Settings for Dark

પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય: દેવભૂમિ દ્વારકાનું 'હરસિદ્ધિ વન' પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

Live TV

X
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે દરિયાકિનારે નિર્મિત 'હરસિદ્ધિ વન' ટૂંકા ગાળામાં જ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની ગયું છે.

    2024 માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પિત આ સાંસ્કૃતિક વને માત્ર 22 મહિનામાં 10 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષીને કોસ્ટલ ટુરિઝમમાં નવી ઊંચાઈઓ સર કરી છે.દરિયાઈ પટ્ટી પર સ્થિત આ વનમાં 130 જેટલી વૃક્ષ પ્રજાતિઓ અને ૫૫ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. જેમાં વડ, પીપળો, પીલુ, નાળિયેર અને બદામ જેવા સ્થાનિક વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણના આ ભગીરથ કાર્યમાં અહીં વિવિધ વાટિકાઓ જેવી કે આયુષવન, ગુગળ વન, કેક્ટસ વાટિકા અને શ્રી કૃષ્ણ ઉ૫વનનું નિર્માણ કરાયું છે.

    હરસિદ્ધિ વન માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ પાડે છે. અહીં પરંપરાગત નળિયાવાળા માટીના ઘર, દીવાલો પરની લોકકલા, છકડો અને પાણીહારીના આબેહૂબ દ્રશ્યો પ્રવાસીઓને ગ્રામ્ય સંસ્કૃતિની અનુભૂતિ કરાવે છે.ફોટોગ્રાફીના શોખીનો માટે આ વન ઉત્તમ સ્થળ છે, ખાસ કરીને સૂર્યાસ્તનો નજારો અહીં ખૂબ જ મનમોહક લાગે છે. પ્રવાસીઓની સુવિધા માટે પાર્કિંગ, પીવાનું પાણી, ટોયલેટ, મેડિટેશન સેન્ટર અને સેલ્ફી પોઇન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. દ્વારકા-સોમનાથ કોરિડોર પર સ્થિત હોવાથી આ વન પ્રવાસન ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply