ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ
Live TV
-
ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વધર્મ પ્રાર્થના સભા મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયના પ્રમુખ ઉષાબેન ઠક્કરના સાનિધ્યમાં યોજાઈ હતી. પ્રાર્થના બાદ અતિથિવિશેષનું પ્રાસંગિક પ્રવચન થયું હતું. સાથે આ પ્રાર્થના સભમાં આશ્રમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે. આ તેમની ૧૫૪ મી જયંતી છે. ભારત સહિત દુનિયાભરના દેશોએ ગાંધીજીના શાંતિ અને અહિંસાના સંદેશને સ્વીકાર્યો છે. એવા મહાત્મા અને આપણાં બાપુની જયંતી ઉપર આપણે બધા તેમને શ્રદ્ધા પૂર્વક નમન કરીએ છીએ. આજે દિલ્હી ખાતે આવેલી બાપુના સમાધી સ્થળ રાજઘાટ ઉપર સ્વયંમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મોહનદાસ કરમચંદ ગાંધી જે આગળ મહાત્મા ગાંધી તરીકે દુનિયાભરમાં જાણીતા થયા હતા. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. ભારત દેશને અંગ્રેજોની ગુલામીથી આઝાદ કરવા માટે ગાંધીજીએ અહિંસાનો રસ્તો અપનાવ્યો. આઝાદીની આ લડતમાં ગાંધીજીના વિચારોની જીત થઈ અને તેમના વિવિધ આંદોલનથી ભારતને આઝાદી મળી. આઝાદી આપવામાં ગાંધીજીના અદ્ભુતપૂર્વ યોગદાનને ભૂલી શકાય તેમ નથી. તેમના દ્વારા કરવામાં આવેલ સંઘર્ષોના કારણે આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.
