ગાય આધારિત ખેતી માટે રાજ્ય સરકાર ખેડૂતોની ઘણા પ્રોત્સાહનો પૂરા પાડી રહ્યા છે
Live TV
-
ગાય આધારિત ખેતી માટે રાજ્ય સરકાર ખેડૂતોની ઘણા પ્રોત્સાહનો પૂરા પાડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ટીમ્બા-ચુડી ગામે નટુભાઈ પ્રજાપતિ નામના ખેડૂતે ગાય આધારિત ખેતી કરી મબલખ કમાણી કરી છે. નટુભાઈ છેલ્લા 6 વર્ષથી 10 વીઘા જમીનમાં ગાય આધારીત ખેતી કરી રહ્યાં છે. તેઓ ઘઉં, બાજરી, બટાટા, ડુંગળી તથા અન્ય શાકભાજી, સરસવ, મગફળી, અને હળદર સહિતના બાગાયત પાકોમાં જીવામૃતનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. જિલ્લામાં 9500 જેટલાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે રૂ. 10 કરોડથી વધુની સહાય અત્યાર સુધી ચુકવવામાં આવી છે.