Skip to main content
Settings Settings for Dark

બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો સાથે મુખ્યમંત્રીની ગાંધીનગરમાં બેઠક

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બ્રિટિશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપના સભ્યો સાથે બેઠક યોજી હતી. આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ યુ.કે અને ભારત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના સંદર્ભે ભારતની મુલાકાતે છે તે દરમ્યાન તેમના ગુજરાત પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ ગ્રુપના સભ્યો સૌર ઉર્જા, લોજિસ્ટીક્સ સપ્લાય ચેઈન અંગેના ગુજરાતની સુદ્રઢ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રતિનિધિ મંડળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગુજરાતે કરેલી પ્રગતિની વિશદ ભૂમિકા પણ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે યુ.કે ની બેસ્ટ ગ્લોબલ યુનિવર્સિટીઝને ગિફટ સિટીમાં તેમના કેમ્પસ શરૂ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો સાથે ગાંધીનગરમાં મહત્વ પૂર્ણ મુલાકાત થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ-રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના ૮ જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સની ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત બેઠક યોજાઇ હતી. આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી  ગૃપ યુ.કે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે છે તે દરમ્યાન ગુજરાત પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલા આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપમાં બ્રિટીશ પાર્લામેન્ટના કોન્ઝરવેટીવ પાર્ટી, લેબર પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અપક્ષ-ક્રોસ બેંચના મળીને કુલ-૮ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભૂમિ ગુજરાતમાં આ ડેલિગેશનનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતું.    તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે તેની વિશદ ભૂમિકા આ ડેલિગેશન સાથેની બેઠક દરમ્યાન આપી હતી. 

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇની વિઝનરી લીડરશીપને કારણે દેશ-વિદેશ સાથે વેપાર-ઉદ્યોગ વ્યાપકપણે વિકસ્યો છે અને ગુજરાત તેમના નેતૃત્વમાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રો સાથે હંમેશા ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર છે. પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ તેમજ રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુકત સમાજજીવનને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની વિસ્તૃત છણાવટ બ્રિટીશ પાર્લામેન્ટના આ સભ્યો સમક્ષ કરી હતી.     તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વેપાર, ઉદ્યોગ, મેન્યૂફેક્ચરીંગ હરેક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ રહેલું છે અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં એવું સાનુકૂળ વાતાવરણ વ્યાપાર-ઉદ્યોગ માટે બન્યું છે કે એકવાર ગુજરાતમાં પોતાનો વ્યવસાય, ઉદ્યોગ શરૂ કરનારા રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે-અન્ય કયાંય જતા નથી. તેમજ મુખ્યમંત્રીએ સોલાર તથા વિન્ડ એનર્જી ઉત્પાદનમાં અને ગ્રીન-કલીન ઊર્જામાં ગુજરાત દેશમાં ૧પ ટકા જેટલું યોગદાન આપે છે તેની પણ વિગતો આપી હતી. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠક દરમ્યાન બ્રિટીશ પાર્લામેન્ટના આ ઓલ પાર્ટી ડેલિગેશનના સદસ્ય સાંસદોએ ખાસ કરીને સોલાર રૂફટોપ, ગ્રીન ગ્રોથ, વેસ્ટ ટુ એનર્જી, સ્ટીલ પ્લાન્ટ સહિત ગુજરાતમાં ઉદ્યોગો માટે કન્ડ્યુસીવ એટમોસ્ફિયર વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. ગુજરાત પાસે લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઇનની જે સુદ્રઢ વ્યવસ્થા છે તેનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા અને ગુજરાત ગ્લોબલ ગેટ-વે બની શકે તેમ છે તેવો મત દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સદસ્યોને ગિફટ સિટીની વર્લ્ડકલાસ સુવિધાઓ અને IFSC, વગેરેની પ્રત્યક્ષ અનૂભુતિ કરવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની વર્લ્ડકલાસ સુવિધાઓ અને સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝની વિશેષતાથી પણ આ ડેલિગેશનને માહિતગાર કર્યુ હતું. 
        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply