Skip to main content
Settings Settings for Dark

ગીરની કેસર કેરીનો મબલખ પાક થવાની સંભાવના પગલે ખેડૂતો ખૂશ

Live TV

X
  • 70 ટકા બગીચાઓમાં આંબા પર મોર દેખાયા, આ વર્ષે ભાવ ઓછો રહેવાની શક્યતાથી મધ્યમવર્ગ પણ માણી શકશે કેરીનો સ્વાદ

    ગીર સોમનાથ જિલ્લો, અને ખાસ કરીને તલાલા ગીર, કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. અહીં કેસર કેરીનાં અઢળક બગીચાઓ આવેલા છે. જેમાં 70 ટકા બગીચાઓમાં, ફલાવરિંગ થતા ખેડુતો માં ખુશી છે. જો કે હજુ 30 ટકા બગીચાઓમાં ફ્લાવરિંગ, આગામી દિવસોમાં થશે. જેના કારણે આ વર્ષ કેરીની સીઝન ડબલ હશે, એટલે કે લાંબા સમય સુધી કેરી રસિકોને તાજી ફ્રેશ કેરીનો સ્વાદ ચાખવા મળશે. વધારે પ્રમાણમાં ઉત્પાદન થવાના કારણે મધ્યમ વર્ગને પરવડે, તેવા ભાવો રહેશે.
    ઉલ્લેખનીય છે , કે ગીર સોમનાથ જિલ્લામાં કુલ 14,500 હેકટર જમીનમાં આંબાનું વાવેતર છે. જ્યારે દર વર્ષે 1,01,500 મેટ્રિક ટન, કેરીનું ઉત્પાદન થાય છે. તલાલા મેંગો માર્કેટમાં, દર વર્ષે 10 લાખથી વધુ બોક્સ કેસર કેરીની હરાજી કરવામાં આવે છે. જો કે વર્તમાન સમયમાં વાતાવરણને જોતા, આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન તમામ રેકોર્ડ વટાવે, તો નવાઈ નહિ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply