ગીરમાં સિંહ દર્શન દરમ્યાન વનવિભાગને થઇ 11 કરોડથી વધુની આવક
Live TV
-
ગીરમાં સિંહોનું વેકેશન શરૂ.15 જૂને છેલ્લા દિવસે પર્યટકોએ કર્યા મન ભરીને સિંહનાં દર્શન.છેલ્લા એક વર્ષમાં પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણની લીધેલી મુલાકાતથી 11 કરોડથી વધુની વન વિભાગને આવક
ગત 16 જૂનથી ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થયું છે. 15 જૂનના છેલ્લા દિવસે મન ભરીને પર્યટકોએ સિંહદર્શન કર્યાં હતા. છેલ્લા એક વર્ષ માં 5 લાખથી વધુ પ્રવાસીએ સાસણની મુલાકાત લીધી તો વન વિભાગને 11 કરોડથી વધુની આવક થઈ છે. વિશ્વ વિખ્યાત એશિયાટિક લાયનના અંતિમ ઘરથી જાણીતા બનેલા ગીરનાં જંગલમાં પ્રવાસીઓને કેટલાક રૂટ પર વન વિભાગ દ્વારા સિંહ દર્શન કરાવવામાં આવે છે. 16 જૂન થી સિંહ દર્શન માટેની મૌસમ પૂર્ણ થઈ છે. સિંહદર્શન રૂટના દરવાજા પર્યટકો માટે આગામી ચાર મહિના સુધી એટલે કે 15 ઑક્ટોબર સુધી બંધ રહેશે.જો કે અંતિમ દિવસે પ્રવાસીઓએ સિંહ દર્શનનો ભરપૂર આંનદ ઉઠાવ્યો હતો. જોકે સિંહ પ્રેમીઓ માટે દેવળીયા પાર્ક ખુલ્લું રહેશે.
