Skip to main content
Settings Settings for Dark

ગીર, ગિરનાર અને બરડામાં તૃણાહારી પ્રાણીઓની બે દિવસીય ગણતરી પૂર્ણ

Live TV

X
  • ગીર, ગિરનાર અને બરડામાં તૃણાહારી પ્રાણીઓની બે દિવસીય ગણતરી પૂર્ણ

    એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ગીર, ગિરનાર અને બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 9 અને 10 જૂનના રોજ આ વિસ્તારોમાં વન્યજીવોના સંતુલનને સમજવા માટે વિવિધ તૃણાહારી પ્રાણીઓની બે દિવસીય વિશેષ ગણતરી કરવામાં આવી હતી.

    વોટર પોઇન્ટ અને રૂટ પર રખાઈ નજર

    આ ગણતરી અંતર્ગત વન વિભાગના કર્મચારીઓએ જંગલની અંદરના સંવેદનશીલ વિસ્તારો તેમજ જંગલની બહારના વન્યજીવ રૂટો પર સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ખાસ કરીને ઉનાળાની સિઝન હોવાથી જંગલના વિવિધ વોટર પોઇન્ટ  અને કુદરતી જળસ્ત્રોતો પર વનકર્મીઓ તૈનાત રહ્યા હતા.

    આ અભિયાન દરમિયાન મુખ્યત્વે ચિતલ, સાંબર,નીલગાય, જંગલી સુવર પ્રાણીઓના આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે:
     
    શા માટે મહત્વની છે આ ગણતરી?

    વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ આંકડા માત્ર પ્રાણીઓની સંખ્યા જાણવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેનાથી ભવિષ્યની ઘણી મહત્વની કડીઓ જોડાશે. જંગલમાં સિંહો માટે પૂરતો શિકાર (Prey Base) ઉપલબ્ધ છે કે નહીં તેનો ચોક્કસ અંદાજ મળશે. ગીર અને આસપાસના જંગલોની ઇકોલોજીકલ હેલ્થ (પર્યાવરણીય સ્થિતિ) સમજવામાં મદદ થશે. આગામી સમયમાં વન્યજીવ સંરક્ષણ અને જંગલ વ્યવસ્થાપનની નવી નીતિઓ ઘડવા માટે આ ડેટા પાયાનો પથ્થર સાબિત થશે.

    આ ગણતરીના સત્તાવાર આંકડાઓ વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે, જે સિંહ સંવર્ધન પ્રોજેક્ટ માટે અત્યંત મહત્વના સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply