Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં અસહ્ય બફારા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Live TV

X
  • ગુજરાતમાં અસહ્ય બફારા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

    ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એકતરફ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે, તો બીજી તરફ ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, બફારાથી લોકો ત્રસ્ત

    સમગ્ર રાજ્યમાં હાલ ભેજવાળા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. મુખ્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાને કારણે નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે અને વહેલી તકે મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે.

    દક્ષિણ ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી

    રાજ્યમાં ચોમાસાની ગતિ ભલે ધીમી હોય, પરંતુ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે.

    આ જિલ્લાઓમાં એલર્ટ: 

    આજે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, જેનાથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે.

    દિલ્હીમાં ઠંડક પ્રસરી, ઉત્તર ભારતમાં કરા પડવાની શક્યતા

    ગુજરાત જ્યારે ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે દેશના પાટનગર દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વાતાવરણ ખુશ્નુમા બની ગયું છે. દિલ્હીમાં ફૂંકાયેલા પવન અને હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

    IMDની દેશવ્યાપી આગાહી:

    હવામાન વિભાગે આજે દેશના અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદ પડવાનું અનુમાન લગાવ્યું છે.  દિલ્હી, હરિયાણા અને ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ રાજ્યોમાં કરા સાથે વરસાદ પડવાનું અનુમાન લગાવ્યું છે.

    રાજસ્થાનમાં લૂનો પ્રકોપ યથાવત

    એક તરફ ઉત્તર ભારતમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ પશ્ચિમી રાજસ્થાનમાં હજી પણ સ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગના મતે ત્યાં આગામી સમયમાં ભારે લૂ ની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply