Skip to main content
Settings Settings for Dark

ગુજ. પોલીસની મોટી કાર્યવાહી: એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો

Live TV

X
  • ગુજ. પોલીસની મોટી કાર્યવાહી: એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો

    ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

    દંડ વસૂલવો લક્ષ્ય નથી, સુરક્ષા મહત્વની: DGP જી.એસ.મલિક

    આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકે વાહનચાલકોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે,  "દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે. માર્ગ સુરક્ષા એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે."

    તેમણે ઉમેર્યું કે અકસ્માતના અનેક કિસ્સાઓમાં માત્ર એક હેલ્મેટના કારણે લોકોના જીવ બચ્યા છે, જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે પરિવારોએ પોતાના વ્હાલસોયા સ્વજન ગુમાવવાનો આજીવન વસવસો ભોગવવો પડ્યો છે. ગુજરાત પોલીસ નથી ઈચ્છતી કે કોઈ પરિવાર આવો આઘાત સહન કરે. આથી જ પોલીસ ઘણીવાર દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ કે હેલ્મેટ આપીને પણ લોકોને સમજાવે છે.

    નિયમ બધા માટે સરખો: 5,123 સરકારી કર્મચારીઓ પણ દંડાયા

    ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે સમાન છે તે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને નિયમભંગ કરનારા 5123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. 16.58 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

    સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યભરમાં યોજાયેલી આ ઝુંબેશમાં સરકારી અધિકારી કર્મચારીઓ સહિત કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. 5.21 કરોડની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply