Skip to main content
Settings Settings for Dark

ગીર-ગિરનાર અને બરડામાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી સંપન્ન

Live TV

X
  • ગીર, ગિરનાર અને બરડા વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની બે દિવસીય ગણતરી કરવામાં આવી છે. જેમાં જંગલમાં તેમજ જંગલની બહાર વસતા ચિતલ, સાંબર, નીલગાય, ચીંકારા, જંગલી સુવર સહિતના વિવિધ તૃણાહારી પ્રાણીઓ ની વસ્તીનો અંદાજ લગાવવામાં આવશે.

    એશિયાટિક સિંહોના મુખ્ય આવાસ ગણાતા ગીર, ગિરનાર અને બરડા વિસ્તારમાં આવતીકાલે તા. 9 જૂનથી 10 જૂન સુધી બે દિવસીય તૃણાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ અભિયાનમાં મોટી સંખ્યામાં વનકર્મીઓ, અધિકારીઓ જોડાયા હતા.

    આ ગણતરી દરમિયાન ચિતલ, સાબર, નીલગાય, ચીંકારા, જંગલી સુવર સહિતના વિવિધ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા અને તેમની હાજરી અંગે માહિતી એકત્રિત કરવામાં આવી છે. તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જંગલની પર્યાવરણીય સ્થિતિ અને સિંહ સહિતના માંસાહારી પ્રાણીઓ માટે ઉપલબ્ધ ખોરાકના સ્ત્રોતનું મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવે છે.વન વિભાગ દ્વારા વિવિધ રૂટ અને વોટર પોઇન્ટ પર નિરીક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવ્યા હતા છે. પ્રાપ્ત થનારા આંકડાઓના આધારે વન્યજીવ સંરક્ષણ, આવાસ વ્યવસ્થાપન અને ભવિષ્યની સંરક્ષણ નીતિઓ માટે જરૂરી આયોજન કરવામાં આવશે.ગિરનાર અને બરડા વિસ્તારના જૈવ વૈવિધ્ય અને વન્યજીવ સંરક્ષણ માટે આ ગણતરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેના પરિણામો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply