Skip to main content
Settings Settings for Dark

સુશાસનના 12 વર્ષ અને વિકસિત ભારત તરફ હરણફાળ: પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતના માર્ગો બન્યા આધુનિક

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી નેતૃત્વમાં દેશભરમાં મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે વર્ષ 2017માં શરૂ કરાયેલી ‘ભારતમાલા પરિયોજના’ ગુજરાતના આર્થિક વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

    પ્રધાનમંત્રી તરીકે સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ કરનાર નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં 1068 કિલોમીટર જેટલા આધુનિક માર્ગોનું નેટવર્ક તૈયાર કરી લેવામાં આવ્યું છે.1600 કિમીથી વધુ લાંબો દરિયાકિનારો અને કંડલા, મુન્દ્રા તથા હજીરા જેવા વ્યસ્ત બંદરો ધરાવતા ગુજરાત માટે આ પરિયોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત રાજ્યમાં ₹65,000 કરોડના ખર્ચે 1557કિલોમીટર લંબાઈના કુલ 45 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે.રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના સાંતલપુર (પાટણ) સુધીનો 125 કિમી લાંબો 6-લેન માર્ગ તૈયાર.આશરે  1256 કિમી લાંબા આ કોરિડોરથી ઉત્તર ભારતના રાજ્યો સાથે બંદરોની કનેક્ટિવિટી મજબૂત બનશે.અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે રાજ્યની પ્રગતિને નવી દિશા આપી રહ્યા છે.

    અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે મુસાફરીનો સમય ઘટતાં માલસામાનની હેરફેર ઝડપી અને સસ્તી બની છે.માર્ગ નિર્માણના કારણે સ્થાનિક સ્તરે મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ છે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે.બંદરો અને હાઈવે વચ્ચેનું જોડાણ મજબૂત થવાથી વૈશ્વિક વેપાર અને આયાત-નિકાસ સુવિધામાં મોટો સુધારો થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર, ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) સાથે મળીને ઝડપી જમીન સંપાદન અને સમયસર મંજૂરીઓ સુનિશ્ચિત કરી રહી છે. વર્ષ  2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ પરિયોજના એક મજબૂત પાયો પૂરો પાડી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply