ગીર : "બાણેજ આશ્રમ"માં એકમાત્ર મતદાર માટે 15 લોકોના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી
Live TV
-
ગીરના ઘટાટોપ જંગલ વચ્ચે આવેલા "બાણેજ આશ્રમ"માં એકમાત્ર મતદાર માટે 15 લોકોના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.. વેરાવળથી 80 કિલોમીટર અને જામવાળાથી 25 કિલોમીટર દૂર દૂર્ગમ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા બાણેજમાં જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાએ જાતે સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી. સફાઈ અભિયાન પણ હાથ ધર્યુ હતુ. તેમજ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યૂ છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે 1 પ્રિસાઈડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળા, 2 પોલીસ તેમજ 1 સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી 15થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવી છે..