ગીર-સોમનાથ અને દીવના દરિયામાં ગાંડોતૂર મોજા
Live TV
-
ગીર-સોમનાથ અને દીવના દરિયાકાંઠે ભારે વરસાદને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં ઊંચા અને શક્તિશાળી મોજાં ઉછળી રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા તાકીદ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચોમાસા દરમિયાન દરિયામાં રહેતા ભારે કરંટને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બીચ પર ન્હાવા કે નજીક જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પ્રવાસીઓને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
