Skip to main content
Settings Settings for Dark

વઢવાણ: હસ્તકલા અને ખેડૂતો માટે 'GI ટેગ' અંગે જાગૃતિ કાર્યશાળાનું આયોજન

Live TV

X
  •  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે સ્થાનિક કારીગરો અને ખેડૂતો માટે 'ભૌગોલિક સંકેત' (Geographical Indication – GI) અંગે એક વિશેષ જાગૃતિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વઢવાણ કંસારા સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદ અને નાબાર્ડના સહયોગથી રીજનલ જી.આઈ. સેન્ટર, ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.નિષ્ણાતો દ્વારા કારીગરોને GI ટેગની નોંધણી પ્રક્રિયા, તેનાથી મળતી કાનૂની સુરક્ષા અને બજારમાં ઉત્પાદનનું મૂલ્ય વધારવા અંગે સમજ આપવામાં આવી હતી.વઢવાણની વિશિષ્ટ મેટલ ક્રાફ્ટ, બાંધણી અને હસ્તકલાને વૈશ્વિક ઓળખ અપાવવા તથા સ્થાનિક ઉત્પાદનોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
     મોટી સંખ્યામાં ઉપસ્થિત કારીગરો અને ખેડૂતોએ સંવાદ કરી પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.આ કાર્યશાળા સ્થાનિક કારીગરોને આત્મનિર્ભર બનાવવા અને તેમના પરંપરાગત ઉત્પાદનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવામાં મહત્વની સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply