Skip to main content
Settings Settings for Dark

ગુજકેટની પરીક્ષા આગામી છઠ્ઠી ઓગસ્ટના રોજ લેવાશે

Live TV

X
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા આગામી છઠ્ઠી ઓગસ્ટના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગઇકાલે આ તારીખ જાહેર કરવામાં આવી છે. વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ અને ગ્રુપ બી તેમજ ગ્રુપ એ, બીના વિદ્યાર્થીઓ છઠ્ઠી ઓગસ્ટના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષા લેવાશે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ 25 ઓકટોબર 2017થી શૈક્ષણિક વર્ષ જૂન 2019થી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
apply