ડાંગ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઇ,ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો
Live TV
-
ડાંગ જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ. વરસાદના કારણે ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો હતો. ડાંગ જિલ્લામા સરેરાશ ૪૩.૩૩ મી.મી. જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. જિલ્લા ફ્લડ કંટ્રોલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહ્વામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઇ ખાતે ૬૯ મી.મી., અને સુબિર મા ૮ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. જયારે ગિરિમથક સાપુતારા માં 3 મી.મી વરસાદ નોંધાયો હતો. આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૪૫૬ મી.મી., વઘઇ નો ૪૧૨ મી.મી., અને સુબિર તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૪૯ મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩૯ મી.મી. નોંધાવા પામ્યો છે.
-
