ગુજરાતઃ અમદાવાદમાં આજે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાશે
Live TV
-
ગુજરાતમાં રાજ્ય કક્ષાનો મેરી માટી મેરા દેશ કાર્યક્રમ આજે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે યોજાશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગર પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે આ મહિનાની 29મી તારીખે રાજ્યભરમાંથી એકત્રિત કરવામાં આવેલ માટીથી ભરેલો અમૃત કલશ 75 ઇલેક્ટ્રિક વાહનોમાં દિલ્હી મોકલવામાં આવશે.
તેમણે કહ્યું કે ગુજરાતથી દિલ્હી સુધી પ્રથમ વખત ઇલેક્ટ્રિક વાહનો દોડશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે આ કાર્યક્રમમાં એક લાખ 82 હજારથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. દેશના શહીદોની યાદમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
