રાજ્યમાં એસટી વિભાગના કર્મચારીઓનું આંદોલન સમેટાયું
Live TV
-
રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓના ચાલતા આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે...વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમના અલગ અલગ યુનિયન સાથે બેઠક યોજી હતી, જેમાં રાજ્ય સરકારે એસટી યુનિયનની વિવિધ માગણીને સંતોષવાની લેખિતમાં ખાતરી આપી હતી.
જેના કારણે એસટી યુનિયને આંદોલન પરત ખેંચવાનું એલાન કર્યું હતું.આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી..હર્ષ સંઘવીએ કહ્યું કે, કર્મચારીઓના જે પણ મુદ્દાઓ હતા તેના ઉપર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે અને તેમની મહત્વની તમામ માંગણીઓનું સુખદ સમાધાન લાવવામાં આવ્યું છે.
